થાનમાં ગાયના પેટમાંથી 50 કિલોથી વધુ કચરો નીકળ્યો હતો. જેમાં પ્લાસ્ટીક ઉપરાંત લોખંડની ખીલી, બ્યુ ટુથ, એર બડસ, સ્ટીલની ચમચી, કાચના ટુકડા પણ મળી આવ્યા હતા. આ વાતથી જીવદયાપ્રેમીઓ અને ગૌરક્ષકોમાં રોષ ફેલાયો હતો. ત્યારે થાનના વાસુકી મંદિરે પ્લાસ્ટીક મુકત અભીયાન અંતર્ગત મારૂ થાનગઢ, સ્વચ્છ થાનગઢ સુત્ર સાથે બુધવારે રાતના સમયે બેઠક યોજાઈ હતી. જેમાં થાન જીવદયા ગ્રુપ, પાંજરાપોળ, સીતારામ ગૌશાળા, થાન પાલીકા, વેપારી એસોસીયેશન, વેપારીઓ, શાક માર્કેટના વેપારીઓ, સેવાકીય ગ્રુપો હાજર રહ્યા હતા. અને જાહેરમાં કચરો ન નાંખવા લોકોને અપીલ કરાઈ હતી. તથા શપથ લેવાયા હતા. પરંતુ શુક્રવારે સંદેશની ટીમે તપાસ કરતા થાનમાં શપથ લેવાયાના 40 કલાક બાદ પણ પરીસ્થીતી જૈસે થે જોવા મળી હતી. થાનના રેલવે સ્ટેશન રોડ, આઝાદ ચોક, શાળા નં. 3 પાસે ગંદકીના ગંજ જોવા મળતા હતા. અને તેમાં ગૌ માતા કચરો ખાતી જોવા મળતી હતી. ત્યારે જાહેરમાં કચરો નહી નાંખવાનું થાનની પ્રજા કયારે સમજશે. તે પણ એક સળગતો સવાલ છે.

Gujarat Latest News live : રાજ્યમાં વરસાદની આગાહી









