સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર સહિત રાજયભરના આંગણવાડી વર્કરો અને હેલ્પરો લાંબા સમયથી પુરતા વેતનની માંગ કરી રહ્યા છે. રાજય અને કેન્દ્ર સરકારના તમામ કાર્યક્રમોમાં, યોજનાઓમાં ખભેખભો મીલાવી કામ કરતા આ કર્મીઓને માત્ર વાયદાઓ જ મળે છે. બીજી તરફ દરેક પ્રકારની કામગીરી આંગણવાડી વર્કરો અને હેલ્પરો પર થોપવામાં આવી રહી છે. ત્યારે તા. 10 ઓગસ્ટને સોમવારે સાંજે શહેરના ટાગોર બાગ સાથે આંગણવાડી કર્મીઓની બેઠક યોજાઈ હતી. અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠ્ઠનના નેજા હેઠળ કર્મીઓએ ટાગોર બાગથી કલેકટર કચેરી સુધી રેલી યોજી જિલ્લા કલેકટર જી.એચ.સોલંકીને લેખીત રજુઆત કરી હતી. જેમાં હાઈકોર્ટના આદેશ મુજબ વેતન આપવાની માંગણી કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો