થાનગઢમાં દેશી દારૂની બદી,ખનીજ ચોરી કરીને ખુલ્લેઆમ ડમ્પર ફરતા હોવા સહિતની કામગીરીથી લોકો ભારે રોષ વ્યકત કરી રહયા છે. એવામાં થાનગઢ નગરનાં રેલ્વે સ્ટેશન રોડ ઉપરની મયુરભાઇ શેઠ અને ફીરોઝભાઇની નાસ્તાની દુકાન સહિતના રાત્રે તસ્કરો દ્વારા તાળા તોડી ચોરી કરવાનો પ્રયાસ કરાયો છે. આ દ્દશ્યો સીસી કેમેરામાં કેદ થયા છે પરંતુ સદ્નસીબે મોટી ચોરી થતા અટકી ગઇ છે. પરંતુ થાનગઢ પોલીસનું નાઇટ પેટ્રોલિંગ માત્ર કાગળ ઉપર જ થતુ હોય એવુ લાગી રહુયુ છે. તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે ત્યારે વેપારીઓની દુકાનમાં ચોરીના પ્રયાસથી થાનગઢના વેપારીઓમાં ફફળાટ વ્યાપી ગયેલ છે. આમ થાનગઢમાં રાત્રે સમયસર નાઇટ પેટ્રોલિંગ શરૂ કરાય એવી માંગ ઉઠી છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: