સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ લો દ્વારા કાયદાના વિધ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે જાગૃતિ વધારવા,કાયદાકીય જ્ઞાન વિકસાવવા માટે બીસીજી પરીક્ષા અંગે જાગૃતિ લાવવા સેમીનારનું આયોજન કરાયુ હતુ. બીજી તરફ યુનિ.ની ફેકલ્ટી ઓફ ફાર્માસ્યુટીકલ સાયન્સીસ દ્વારા ઓરીએન્ટેશન કાર્યક્રમનું પણ આયોજન કરાયુ હતુ. આ કાર્યક્રમમાં વિધ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ, સંશોધન, ઉદ્યોગક્ષેત્ર અને ફાર્માસ્યુટીકલ વ્યવશાયની માહીતી અપાઇ હતી. સાથે વિદ્યાર્થીઓના ઉજળા ભવિષ્ય માટે શૈક્ષણીક શિસ્ત, નિયમિત હાજરી અને સંશોધનમાં રસ દાખવવા માટેની પણ સમજ અપાઇ હતી. આમ સુરેન્દ્રનગર યુનિ.ના પ્રમુખ ઇન્દ્રસિંહ ઝાલાની ટીમ દ્વારા છાત્રોમાં વિવિધ ક્ષેત્રે જાગૃતતા લાવવા અને અભ્યાસ દરમિયાન ઉજળા ભવિષ્ય માટે ધ્યાન રાખવા જેવી બાબતની બાળકની જેમ સમજણ અપાતી હોવાથી છાત્રો સાથે વાલીઓએ પણ આનંદ વ્યકત કર્યો હતો.
