સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર એસ.પી.પ્રેમસુખ ડેલુએ અમુક વારના બદલે દરરોજ લોકસંવાદની જેમ જિલ્લાભરના અરજદારોને સાંભળી સ્થળ ઉપર જ સમસ્યા ઉકેલવાનું શરૂ કરી દીધુ છે.ત્યારે જાણે સરકારી હોસ્પીટલમાં લોકોનો જમાવડો થાય એવી દરરોજ અરજદારોની ભીડ જામી રહી છે.આ અહેવાલ સંદેશમાં પ્રગટ કરાયો હતો અને એમા એસ.પી.ની ચેમ્બર બહાર વધારે ભીડ થતા લોકો નીચે બેઠેલા લોકોનો ફોટો પ્રસિધ્ધ થયો હતો. ત્યારે તાજેતરમાં તસવીર સાથેનો અહેવાલનો જિલ્લા પોલીસ વડાના ધ્યાને આવતાથી સાથે જ તેઓએ તાત્કાલીક બધા જ અરજદારો શાંતીથી બેસી શકે એ માટે લોખંડના બાંકડા મુકાવી દેતા અરજદારોએ રાહતનો સ્વાસ લીધો હતો.એસ.પી.પ્રેસમુખ ડેલુએ જણાવેલકે અમે લોકોની સેવા માટે જ છીએ દરરોજ અનેક લોકોની સમસ્યા સાંભળી બને એટલી સમસ્યા ઉકેલી શાંતિ અનુભવુ છું.

બુહારી મૈત્રી તોડતા સગીરાએ અન્ય સગીરાનું ગળું દબાવી કાંડા પર ચપ્પુના ઘા ઝીંક્યા









