સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર પાસે પસાર થતી મોરબી બ્રાંચ કેનાલમાં રવિવારે સાંજના સમયે એક યુવાન ડુબ્યો હતો. આ અંગેની જાણ થતા ધ્રાંગધ્રા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શકિતસિંહ સહિતનાઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. કેનાલમાં ડુબેલ યુવાન ધ્રાંગધ્રા રેલવે સ્ટેશન પાસે રહેતો જગદીશ હસુભાઈ મીઠાપરા હોવાનું સામે આવ્યુ હતુ. તરવૈયાઓની મદદથી ડુબેલા યુવકની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ મોડી રાત સુધી શોધખોળ બાદ સોમવારે સવારે કેનાલનું પાણી બંધ કરાવી તપાસ કરતા અંતે જગદીશ મીઠાપરાનો મૃતદેહ હાથ લાગ્યો હતો. આથી ધ્રાંગધ્રા તાલુકા પોલીસની ટીમે દોડી જઈ મૃતદેહ પીએમ માટે ખસેડી અકસ્માતે મોત નોંધવાની તજવીજ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો