સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર અને અધિક કલેકટરની ખાલી જગ્યાએ ઇન્ચાર્જ અધિકારી હોઇ મહત્વના કામો નહી થવાના કારણે અનેક કામો પેન્ડીંગ હોવાથી લોકોને હાલાકી તો પડી રહી છે પરંતુ કાયમી અધિકારીના અભાવે કલેકટર કચેરીએ કોઇ ડોકાતુ જ નહી હોવાથી કચેરી ખાલી ખમ દેખાઇ રહી છે.
સુરેન્દ્રનગરમાં ઇડીના સપાટા બાદ તત્કાલિન કલેકટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર જેલવાસ ભોગવી રહયા છે,મામલતદાર,પી.એ.અને કલાર્ક સસ્પેન્ડ થયા છે અને છેલ્લે અધિક જિલ્લા કલેકટરની બદલી થઇ ગઇ છે.
જેના કારણે જિલ્લાના સમાહર્તા જિલ્લા કલેકટર અને અધિક જિલ્લા કલેકટર બંને સૌથી મહત્વની બંને જગ્યાઓ ખાલી છે અને હાલ ઇન્ચાર્જ અધિકારીને ચાર્જ અપાયો છે. પરંતુ છેલ્લાં કેટલાક માસથી બંને જગ્યાએ ઇન્ચાર્જ હોવા સાથે ઇડીની રેડ બાદ જેલવાસ, સસ્પેન્ડ અને બદલીઓની ગંભીર ઘટના જોતા અધિકારીઓ મહત્વની ફાઇલો કે નીતિ વિષયક નિર્ણય લેતા નથી.બીજી તરફ જિલ્લાભરના લોકોને બંને ઉચ્ચ અધિકારીની ખાલી જગ્યાની જાણ હોવાથી સતત લોકો અને ખેડૂતોથી ભરેલી રહેતી કલેકટર કચેરી ખાલી ખમ દેખાઇ રહી છે. આમ મનપા, પાલિકાઓ અને તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે લોકોની મુશ્કેલીઓ દૂર થાય એ માટે તાત્કાલિક જિલ્લા કલેકટર અને અધિક કલેકટરની ખાલી જગ્યા ભરાય કાયમી અધિકારી મુકાય એવી લોકોની માંગ ઉઠી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
https://sandesh.com/maru-saher-maru-gaam