સુરેન્દ્રનગર એ ડીવીઝન, જોરાવરનગર અને વઢવાણ પોલીસ દ્વારા વીવીધ પ્રોહીબીશનના કેસોમાં જપ્ત કરાયેલ વિદેશી દારૂનો નાશ કરાયો હતો. કોર્ટની મંજુરી બાદ વઢવાણના સ્વામીની ખાણ વિસ્તારમાં દારૂ નાશ કરવાનું આયોજન કરાયુ હતુ. જેમાં વઢવાણ નાયબ કલેકટર એમ.જે.ભરવાડ, એએસપી વેદીકા બીહાની, એ ડીવીઝન પીઆઈ આર.એમ.સંગાડા સહિતનાઓની હાજરીમાં દારૂની 11,725 બોટલો કિંમત રૂપીયા 94,38,463 પર બુલડોઝર ફેરવી દેવાયુ હતુ.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો