લીંબડી : સુરેન્દ્રનગરથી એક પરિવાર દર્શનાર્થે લીંબડી આવ્યો હતો. દરમિયાન પાર્કિંગ કરેલી કારને વાળતી વખતે ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર કેબિનમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં જુબેરભાઈ, અશિમભાઈ તથા રાજેશભાઈ નાનુભાઈ સોલંકી ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત રાજેશભાઈને ખાનગી વાહન મારફ્તે તાત્કાલિક લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માતની ઘટનાની જાણ થતાં ટાંકીચોક વિસ્તાર સહિત આસપાસના લોકોના ટોળેટોળા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. બનાવ અંગે હોસ્પિટલમાં MLC નોંધવામાં આવી છે. પોલીસે સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો