સુરેન્દ્રનગર શહેરના વિવિધ જિનાલયો અને ઉપાશ્રાયોમાં સાધુ-સાધ્વીજીઓ ચાતુર્માસ અર્થે બિરાજમાન છે. જેમાં તા. 8મીથી પર્યુષણ મહાપર્વની શરૂઆત થઈ હતી. પર્યુષણ મહાપર્વના અંતીમ દિવસે તા. 15ને મંગળવારે જૈનોએ સંવત્સરી મહાપર્વની ઉજવણી કરી હતી. પર્યુષણ પર્વના અંતીમ દિવસે ઉપાશ્રય અને જિનાલયોમાં ભકતામર સ્ત્રોતનું ગાન, વ્યાખ્યાન વાણી યોજાઇ હતી. જેમાં ગુરૂ ભગવંતોએ વ્યાખ્યાન દરમીયાન જીવનમાં ક્ષમાનું મહત્વ સમજાવુ હતુ. ગુરુ ભગવંતોએ જણાવ્યુ કે ક્ષમાને બધા ગુણોની કુખ માનવામાં આવે છે. ક્ષમાથી પરમ સુખ, શાંતી અને સમાધીનો અનુભવ થાય છે. સંવત્સરી પર્વ એટલે વેર-ઝેરને કાયમ માટે વિરામ આપવાનો અવસર. જયારે સાંજે જૈનોએ મહા પ્રતીક્રમણ કરી જગતના 84 લાખ જીવોના ખમત ખામણા કર્યા હતા અને પોતાના પરિવારજનો, સગા-વ્હાલા, મિત્રોને પણ મીચ્છામી દુક્કડમ કહી વર્ષ દરમીયાન મન, વચન અને કાયા થકી થયેલા દોષોની ક્ષમાયાચના કરી હતી. સુરેન્દ્રનગરમાં સાધુ-સાધ્વીજીની નીશ્રામાં શ્રાવકોએ એક ઉપવાસથી લઈ છઠ્ઠ, અઠ્ઠમ, અઠ્ઠાઈ, નવ્વાઈ, સોળભથ્થુ, માસક્ષમણ સુધીની તપૃર્યા કરી છે. આ તપસ્વીઓના આજે બુધવારે પારણા પણ યોજાશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો