ધ્રાંગધ્રા તાલુકા પંચાયતની બેઠકોની અનામતમાં ફેરફાર થતા લાંબા સમયથી ચૂંટણી લડવાની મીટ માંડીને બેઠેલા અનેક નેતાઓની મનમાં મનમાં રહી જશે અને પોતે લડવાના બદલે પોતાની પત્ની કે ટેકેદારને લડાવવા પડે એવો ઘાટ ઘડાયો છે. ધ્રાંગધ્રા તાલુકા પંચાયતની મોટા ગજાના નેતાઓ વાળા કોંઢ ગામની જ બેઠક એક જ સામાન્ય સ્ત્રી પ્રકાર જાળવી રહયો છે બાકી બધી જ બેઠકના પ્રકારમાં મોટાપાયે ફેરફાર થયો છે. ત્યારે બાવળી,ચુલી,ખાંભડા અને સોલડી જેવા રાજકીય નેતાઓની સીટ ગણાતી સીટોમાં પણ સમીકરણો બદલાયા છે જેના કારણે સ્થાનીક નેતાઓએ પોતાના વિશ્વાસુ ટેકેદારોને લડાવવા પડે એવા સમીકરણો બન્યા છે.અને ભાજપ કાઇક નવુ કરવા ટેવાયેલુ છે ત્યારે સામાન્ય સ્ત્રી અને બિન અનામત સામાન્ય અરસ પરસ બદલાયા છે ત્યાં પતિના બદલે પત્ની અને પતિના બદલે પત્ની લડશે એવુ માનનારાનાઓની આશા ઉપર પાણી ફરી વળી શકે છે.કારણ કે આ ચૂંટણીમાં નવા ચહેરાને જ તક અપાય એવી શકયતા સેવાઇ રહી છે.સાથે બેઠકનો પ્રકાર બદલાતા જેતે સમાજના ઇચ્છક નવા ઉમેદવારો રાહ જોઇને બેઠા હતા એ લોકોની આશા ઉપર પણ પાણી ફરી વળ્યુ છે.

Ahmedabad news: ધોળકામાં શિક્ષક પત્નીને માથામાં પથ્થર મારીને પતાવી દીધી, પોલીસે હત્યારા પતિને ઝડપ્યો









