સુરેન્દ્રનગર પીજીવીસીએલના અધીક્ષક ઈજનેર એન.એન.અમીનના માર્ગદર્શનથી વીજ કંપનીની 54 ટીમોએ તા. 16 જુનને મંગળવારના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા, મુળી અને થાન તાલુકાઓમાં વીજ ચેકીંગ હાથ ધર્યુ હતુ. જેમાં ચોટીલા, થાન, દેવસર, દુધઈ, મનડાસર, મનડાસર, મેવાસા, મોરથળા, પલાસા, આણંદપુર, રાજાવાડ, સુખસર સહિતના ગામોમાં વીજ કંપનીની 54 ટીમોએ પોલીસ સ્ટાફ અને 5 વીડીયોગ્રાફરની ટીમ સાથે તપાસ કરાઈ હતી. વીજ કંપનીની ટીમોએ 477 ઘર વપરાશના અને 10 વાણીજયના મળી કુલ 487 વીજ જોડાણોની તપાસ કરી હતી. જેમાં ઘર વપરાશના 106 અને વાણીજયના 1 મળી કુલ 107 વીજ જોડાણોમાં ગેરરીતી સામે આવી હતી. આ ઉપરાંત વીજ જોડાણ લીધુ ન હોય તેવા 58 વીજ ચોરીના કેસો ઝડપી લેવાયા હતા. વીજ કંપનીએ આ ગ્રાહકોને રૂપીયા 54.65 લાખનો વીજ દંડ ફટકાર્યો છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: