ચોટીલા હાઇવે હોટલની પાછળ ટેન્કરમાંથી કેમીકલ ચોરી કરતા હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રેડ કરી 45 લાખનો મુદમાલ જપ્ત કરી 5 સામે પોલીસ ફરીયાદ દાખલ કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ચોટીલા ડેપ્યુટી કલેકટર એચ.ટી.મકવાણા અને એસ.પી.પ્રેમસુખ ડેલુની કડક કાર્યવાહીથી હમણાથી કેમીકલ ચોરી,બાયોડીઝલ ચોરીના કેસમાં શાંતી હતી.એવામાં ચોટીલા હાઇવે ઉપરના નાની મોલડી પાસેની રાજસ્થાની હોટલની પાછળ કેમીકલ ચોરીની બાતમીના આધારે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રેડ કરી હતી.રેડ દરમ્યાન પોલીસે ટોલ્યુઇન કેમીકલ ભરેલા ટેન્કરમાંથી પીકઅપમાં કેરબો રાખી ભરતા બે શખ્સોને ઝડપી લીધા હતા.એસ.એમ.સી.ના ધર્મેન્દ્રસિંહ નારાયણસિંહે ચોટીલા પોલીસ સ્ટેશનમાં ચુન્નીલાલ તુલસીરામ રહે.નાની મોલડી,આશીષ યાદવ ગાંધીધામ,ભુપાભાઇ,હિતેશભાઇ સોલંકી અને ભગીરથ ખીચડ નાની મોલડી સહિત પાંચ સામે પોલીસ ફરીયાદ દાખલ કરી છે.રેડ સમયે પોલીસે ટેન્કર,પીકઅપ અને કેમીકલ સહિત કુલ 45.98 લાખ રૂપીયાની કિમતનો મુદમાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: