ટીબી મુકત ભારત, મેદસ્વીતા મુકત ગુજરાત, સુંદર અને સ્વચ્છ સુરેન્દ્રનગરના સપનાને સાકાર કરવા માટે સુરેન્દ્રનગર મહાનગરપાલીકા, લાયન્સ અને લીઓ કલબ ઓફ સુરેન્દ્રનગર રોયલના સંયુકત ઉપક્રમે મેરેથોનનું આયોજન કરાયુ હતુ. જેમાં 3, 5 અને 10 કીમીની કેટેગરીમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. આ તકે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સુરેન્દ્રનગર શહેર ભાજપ પ્રમુખ દેવાંગ રાવલ, બન્ને કલબના હોદ્દેદારો ઉપસ્થીત રહ્યા હતા.

Vadodara: પાદરાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ









