સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર જી.એચ.સોલંકી દ્વારા પ્રો એકટીવ ગર્વનન્સ અંતર્ગત લોકાભીમુખ પહેલ શરૂ કરાઈ છે. જેમાં દર સોમવાર અને ગુરૂવારે સવારે 11થી 1 દરમીયાન તેઓ વીડીયો કોન્ફરન્સના માધ્યમથી તાલુકા કક્ષાના અરજદારો સાથે જોડાઈને તેમના પ્રશ્નો સાંભળશે. આ માટે અરજદારે આ સમયે પોતાના તાલુકાની મામલતદાર કચેરીએ ઉપસ્થીત રહેવાનું રહેશે. કલેકટરના આ નીર્ણયથી અરજદારોને જિલ્લાકક્ષાએ ધક્કા ખાવાના બંધ થશે અને તેમના સમય, નાણા તથા ઈંધણની બચત થશે. આ વીડીયો કોન્ફરન્સમાં અરજદારની સાથે મામલતદાર અને પ્રાંત અધીકારીને પણ ઉપસ્થીત રહેવા જણાવાયુ છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: