સુરેન્દ્રનગર : ચૂડા તાલુકાના કુડલા ગામે રહેતા કૈલાસબેન ભીખાભાઈ દસાડીયા મજુરી કરે છે. તેમના સંતાનો સાથે કૌટુંબીક ભત્રીજા વહુ ભાવુબેન અશોકભાઈ દસાડીયાએ બોલાચાલી કરી હતી. આથી કૈલાસબેન તેમના પરિવારને કહેવા જતા ઈશ્વરભાઈ ધીરૂભાઈ દસાડીયા, અશ્વીન ધીરૂભાઈ દસાડીયા, ગંગાબેન ઈશ્વરભાઈ દસાડીયા, ભાવુબેન અશોકભાઈ દસાડીયા અને આકાશ ઈશ્વરભાઈ દસાડીયાએ કૈલાસબેન અને સાહેદોને લોખંડના પાઈપ વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે ચુડા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ વી.વી.ગાબુ ચલાવી રહ્યા છે.

નૅક પેકેજિંગ લિ.નો IPO 1 જુલાઈએે ખુલશે, પ્રિમિયમ ઇક્વીટી શેર 161 થી રૂ. 170નો પ્રાઇઝ બેન્ડ નક્કી કરાયો









