જિલ્લા ગ્રામ્યમાં પરિવારના બે સભ્ય દારુ પીને દંગલ કરવા મામલે ફરિયાદ કરાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. લખતર પોલીસને નાના અંકેવાળીયા ગામના મેહુલ રમેશભાઈ ઝીંઝુવાડીયાએ અરજી કરી હતી. જેમાં તેમનો ભાઈ રાકેશ અને પિતા રમેશ દારૂ પી ઘર પાસે તોફાન કરતા હોવાનું જણાવ્યુ હતુ. આથી લખતર પોલીસના એચસી વી.એચ.ખટાણા સહિતનાઓએ દોડી જઈ દારૂ પીધેલી હાલતમાં તોફાન કરતા 51 વર્ષીય રમેશ નાગજીભાઈ ઝીંઝુવાડીયા અને 28 વર્ષીય રાકેશ રમેશભાઈ ઝીંઝુવાડીયાને ઝડપી લઈ બન્ને સામે લખતર પોલીસ મથકે પ્રોહીબીશન મુજબ ફરિયાદ નોંધી છે.

Gujarat Police Bharti Update: PSI ભરતીને લઈ મોટા સમાચાર, 28 જૂને બિન હથિયારી PSI વર્ગ-2 ની લેખિત પરીક્ષા









