રાજકોટ અને અમદાવાદ મહાનગર વચ્ચે રેલવે માર્ગે આવતુ સુરેન્દ્રનગર મહત્વનું રેલવે સ્ટેશન છે. અહીં પસાર થતી ટ્રેનોમાં દરરોજ હજારો યાત્રીઓ મુસાફરી કરે છે. ત્યારે રેલવે વિભાગના રાજકોટ ડીવીઝન દ્વારા મુસાફરોની સુવિધા માટે રેલવે સ્ટેશને ફુટ ઓવરબ્રીજનું નીર્માણ કાર્ય હાથ ધરાયુ છે. જેમાં 12 મીટર લાંબા ફ-કોલમની સ્થાપના કરાઈ છે. 2 દિવસ દરમિયાન સવારે 6-25થી બપોરે 1-25 સુધી ટ્રાફીક અને પાવર બ્લોક લઈને પ્લેટફોર્મ નં. 2 અને 3 વચ્ચે આ ફુટ ઓવરબ્રીજ બનાવવાનું કામ હાથ ધરાયુ છે. આ બ્રીજનું નિર્માણ થયા બાદ મુસાફરોને પ્લેટફોર્મ વચ્ચે સુરક્ષીત, સુવિધાજનક અને અવિરત અવરજવરની સુવિધા મળશે. જેના લીધે રેલવે સ્ટેશન પર ભીડના વ્યવસ્થાપનમાં પણ સુધારો આવશે.
