દસાડાના ખારાઘોઢામાં ખાનગી કંપનીને પાંચ હજાર એકર જમીન આપવા મુદ્દે અગરીયાઓ વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ અંગે મંગળવારે પુર્વ અને વર્તમાન ધારાસભ્યે સામસામે કાર્યક્રમો યોજયા હતા. જેમાં વર્તમાન ધારાસભ્યે અગરિયાઓ સાથે સંવાદ બેઠક કરીને તેમના પ્રશ્નો હલ કરવાની ખાતરી આપી હતી. જયારે પુર્વ ધારાસભ્યે પ્રાંત કચેરીએ આવેદન આપી આ મુદ્દે કેન્દ્ર અને રાજય સરકાર હસ્તક્ષેપ કરે તેવી માંગ કરાઈ છે. ખારાઘોઢામાં હિન્દુસ્તાન સોલ્ટ લિ. દ્વારા ખાનગી કંપનીને પ હજાર એકર જમીન ભાડાપટ્ટે આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી અગરિયાઓમાં રોષ ફેલાયો છે. ત્યારે અગરીયા સમાજના જીવન, રોજગાર અને કુદરતી પર્યાવરણ સામે ઉભા થયેલા ગંભીર પ્રશ્નો અંગે અગરીયા એકતા સભાનું આયોજન ગત તા. 17મીએ સાંજે કરાયુ હતુ. જેમાં અગરીયાઓના પ્રશ્નોના નિવારણ માટે 23 જુને પાટડી પ્રાંત કચેરી બહાર પ્રતીક ધરણા અને આવેદનપત્રનો કાર્યક્રમ રખાયો હતો. જે અનુસંધાને મંગળવારે પુર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી સહિતનાઓએ પ્રતીક ધરણા કરી નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.

Kadi : લોનના નામે ખેલાયો મોટો ખેલ, મકાન પર 12 લાખનો બોજો પાડી દીધો પણ લોનના નાણાં જ ન આપ્યા









