મુળ સુરેન્દ્રનગરના રતનપરમાં રહેતા 32 વર્ષીય રવીભાઈ ચંદ્રકાંતભાઈ પરમાર હાલ લખતર તાલુકા પંચાયતમાં સ્વચ્છ ભારત મીશનમાં ટેકનીકલ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. તા. 18ના રોજ રાત્રે તેઓ બાઈક પર પત્ની 30 વર્ષીય દીપીકાબેન રવીભાઈ પરમાર અને 1.5 વર્ષના પુત્ર દિવ્યેશ સાથે લખતરથી સુરેન્દ્રનગર તરફ આવતા હતા. ત્યારે દેદાદરા ગામ પાસે પેપરમીલ નજીક અજાણ્યા વાહને બાઈકને ઠોકર મારતા ત્રણેય નીચે પટકાયા હતા. જેમાં ગંભીર ઈજાઓ થતા દીપીકાબેન અને દિવ્યેશનું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. જયારે રવીભાઈ પરમારને સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવાયા હતા. બનાવની જાણ થતા વઢવાણ પીઆઈ એમ.એમ.વાઢેર, બીટ જમાદાર સાગરભાઈ કલોતરા સહિતનાઓ દોડી ગયા હતા. જયારે સારવાર દરમીયાન રવીભાઈનું તા. 19ના રોજ બપોરે મોત થયુ હતુ. પોલીસે આ અકસ્માત સર્જી ફરાર થનાર અજાણ્યા વાહનચાલકની તપાસ હાથ ધરી છે. જયારે ધ્રાંગધ્રાના જુના એંજાર ગામે રહેતા 59 વર્ષીય માવજીભાઈ નાગરભાઈ લોદરીયા ખેતી કરે છે. તેમનો 18 વર્ષીય પુત્ર અરવિંદ ધ્રાંગધ્રાની એસ.એસ.પી. જૈન કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. અને સાથે સાથે એન.સી.સી.માં પણ જોડાયેલો છે.
