થાનના આંબેડકરનગરમાં વર્ષ 2016માં ઘર પાસે અપશબ્દો બોલવાની ના પાડતા 2 શખ્સોએ લોખંડના પાઈપ અને લાકડી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આ કેસ તાજેતરમાં ચાલી જતા કોર્ટે બંને આરોપીઓને કસુરવાર ઠેરવી સજા ફટકારી છે.


થાનના જુના દલીત મહોલ્લામાં આવેલ આંબેડકરવાસમાં તા. 22-6-2016ના રોજ જયેશ ઉર્ફે જેઠો ઈશ્વરભાઈ પારધી અને નીખીલ હિંમતભાઈ પરમાર રાતના સમયે અપશબ્દો બોલતા હતા. આથી નજીકમાં જ રહેતા સુધીરભાઈ દેવીદાસભાઈ સાધુએ બન્નેને અપશબ્દો બોલવાની ના પાડી હતી. જેમાં બન્નેએ ઉશ્કેરાઈ લોખંડના પાઈપ અને લાકડી વડે હુમલો કરી સુધીરભાઈ અને સાહેદોને ઈજા પહોંચાડી હતી. આ અંગે બન્ને આરોપીઓ સામે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ અંગેનો કેસ થાન કોર્ટમાં તા. 20-10-2016ના રોજ રજીસ્ટર થયો હતો. ત્યારે આ કેસ તાજેતરમાં ચાલી જતા સરકારી વકીલ એસ.જે.ચૌહાણની દલીલો, 14 મૌખીક અને 10 દસ્તાવેજી પુરાવાના આધારે થાન જયુડીશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ કોર્ટના જજ વી.કે.વાઘેલાએ બન્ને આરોપીઓને કસુરવાર ઠેરવ્યા હતા. જેમાં જયેશ પારધીને 2.5 વર્ષ અને નીખીલ પારધીને 1.5 વર્ષની સજા ફટકારી કોર્ટે ન્યાય કર્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: