મુળી તાલુકાના કળમાદ ગામે રહેતા વિઠ્ઠલભાઈ અમરાભાઈ કણઝરીયા ગત તા. 13-12-2017ના રોજ બપોરના સમયે વાડીએથી ઘર તરફ આવતા હતા.


ત્યારે 6 માસ પહેલા રસ્તામાં પાણી ઢોળાવા બાબતે થયેલ બોલાચાલીનું મનદુઃખ રાખી ગામના ઘનશ્યામ અમરશીભાઈ રાઠોડ અને લાખા શીવાભાઈ રાઠોડે એક સંપ કરી લોખંડના પાઈપ અને સોરીયા વડે વિઠ્ઠલભાઈ પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. જેમાં તેઓને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. આ અંગે મુળી પોલીસ મથકે બન્ને સામે ફરિયાદ નોંધાઈ હતી.

આ અંગેનો કેસ તાજેતરમાં મુળી પ્રીન્સીપાલ સીવીલ જજ અને જયુડીશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં સરકારી વકીલ એચ.જી.ભાણાવતની દલીલો, 16 મૌખીક અને પ દસ્તાવેજી પુરાવાના આધારે જજ કે.એન.નીમાવતે બન્ને આરોપીઓને તકસીરવાન ઠેરવી 2 વર્ષની સાદી કેદની સજા અને રૂપીયા 1 હજારનો દંડ ફટકાર્યો છે. જો તેઓ દંડ ન ભરે તો વધુ 1 માસની સજા પણ સંભળાવાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: