સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર, રતનપર અને દુધરેજમાં આવેલ સરકારી શાળાઓની બહાર ગંદકીના ગંજ ખડકાયા છે. ત્યારે અખીલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષીક સંઘ દ્વારા સુરેન્દ્રનગર મહાનગરપાલીકાના કમીશ્નર ડો. નવનાથ ગવ્હાણેને લેખીત રજુઆત કરી શાળાઓની બહાર સફાઈની માંગ કરાઈ છે. સંઘના રણછોડભાઈ કટારીયા, દશરથસિંહ અસવાર, મુકેશભાઈ બદ્રેશીયા, જીગ્નેશભાઈ આલ, હેમલ તુરખીયા સહિતનાઓએ રજુઆત કરતા જણાવ્યુ કે, શાળાઓની બહાર કચરાનો નિયમીત નીકાલ કરવા વાહનોની સુદૃઢ વ્યવસ્થા કરવી જોઈએ. આ ઉપરાંત ફોંગીગ અને સ્પ્રે કરી રોગચાળો ન ફેલાય તે માટે મચ્છરોનો ઉપદ્રવ અટકાવવો જોઈએ. જયારે શાળા પરીસરમાં પણ ફોગીંગની માંગ કરવામાં આવી છે. મનપાના કમીશ્નરે પણ રજૂઆત સાંભળી આ અંગે યોગ્ય કરવાની સ્ટાફને સુચના આપી છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: