ધ્રાંગધ્રામાં રહેતો એક પરિવાર શહેરની રજવાડી રેસ્ટોરન્ટમાં જમવા ગયો હતો. ત્યારે કાઉન્ટર પર બેસેલા મેનેજરે પરિવારની મહિલાને ફોનનો હાથથી ઈશારો કર્યો હતો. જયારે બીજીવાર પરીવાર જમવા જતા વોશરૂમમાં આવેલ મેનેજરે મહિલા અને તેની નણંદના બીભત્સ ફોટા બતાવી રૂપીયા બે લાખ પડાવી લીધાની ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

ધ્રાંગધ્રાની સર અજીતસિંહજી હાઈસ્કુલ સામે રજવાડી રેસ્ટોરન્ટ આવેલી છે. જેમાં મેનેજર તરીકે આબીદ માલપરા છે. શહેરમાં રહેતો એક પરિવાર 7-8 માસ પહેલા હોટલમાં જમવા ગયો હતો. ત્યારે કાઉન્ટર પર બેસેલા મેનેજર આબીદે પરિવારની 26 વર્ષીય મહિલાને ફોનનો હાથથી ઈશારો કર્યો હતો. જયારે થોડા દિવસ પછી પરીવાર ફરી આ જ હોટલમાં જમવા ગયો હતો.

જેમાં મહિલા અને તેની નણંદ વારાફરતી વોશરૂમમાં જતા હોટલના પાછળના રસ્તેથી આબીદ વોશરૂમમાં ધસી આવ્યો હતો. અને મહિલાને તું મને ગમે છે તેમ કહી તેના મોબાઈલમાંથી મહિલા અને તેની નણંદના બીભત્સ ફોટા દેખાડયા હતા. અને તેની સાથે વાત કરવાનું કહી કટકે કટકે રૂપીયા ર લાખ પડાવી લીધા હતા. અને અવારનવાર ફોટા વાયરલ કરવાની ધમકી આપતો હતો. આ ઉપરાંત મહિલા સાથે વાતચીત દરમીયાન તેના પતિ સાથે છુટાછેડા લઈ લેવાનું પણ કહેતો હતો. આ અંગે ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે રજવાડી રેસ્ટોરન્ટના મેનેજર આબીદ માલપરા સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીઆઈ કે.ડી.જાટ ચલાવી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો