સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખે જિલ્લાના 16 મંડલના માત્ર સંગઠનના જ હોદેદારો સાથે એકદમ સાદગી પુર્વક બેઠક કરી સંગઠન જ સર્વોપરીના સુત્રને સાર્થક કરી બતાવતા હોદેદારોએ આનંદ વ્યકત કર્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર સામાન્ય રીતે જિલ્લાના કોઇ મંડલમાં જિલ્લા ભાજપ પ્રમુખની હાજરી હોય કે બેઠક લેવાના હોય તો ઉત્સાહભેર તાલુકા શહેર સંગઠન દ્વારા સ્વાગત કરાતા હોય,અલગ બેઠક વ્યવસ્થા પણ કરાતી હોય છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઇ ટમાલીયાએ એક અનોખી પહેલ શરૂ કરી છે. તેઓએ જિલ્લાની ટીમ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના 16 મંડલની બેઠક લીધી હતી.આ બેઠકમાં માત્ર સંગઠનના જ હોદેદારોને અપેક્ષીત રખાયા હતા.બીજી સૌથી અલગ બાબત એ હતી કે જિલ્લા ભાજપ પ્રમુખ સહિતની જિલ્લાની ટીમ સ્ટેજ ઉપર બેસવાના બદલે મંડલના સંગઠનના હોદેદારો સાથે સાદગીથી જ બેસી બેઠક લઇ સુચનો સાંભળ્યા હતા અને સંગઠનને મજબૂત બનાવવા માટે માર્ગદર્શન આપ્યુ હતુ.આમ હાર્દિકભાઇ ટમાલીયાએ મંડલના હોદેદારોને પણ પોતાની સાથે જ સરખાવી સન્માન આપતા જિલ્લાભરના હોદેદારોએ આનંદ વ્યકત કર્યો હતો.
