સુરેન્દ્રનગર શહેરના જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 4 વર્ષ બાદ આજે રાષ્ટ્રીય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી થઈ રહી છે. જિલ્લાના પ્રભારી મંત્રી આજે તિરંગો લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપનાર છે. ત્યારે શહેરીજનોને ધ્વજવંદન સાથે સાથે શાળાના બાળકો દ્વારા રજુ કરાતા વીવીધ સાંસ્કૃતી કાર્યક્રમો, પોલીસની પરેડ, સરકારી વિભાગના ટેબ્લો જોવાનો લ્હાવો મળશે.


સમગ્ર દેશમાં તા.15મી ઓગસ્ટે સ્વતંત્રતા પર્વ અને તા. 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉમંગભેર ઉજવણી થાય છે. વર્ષો પહેલા ગુજરાતમાં રાજયકક્ષાની ઉજવણી ગાંધીનગર અને જિલ્લાકક્ષાની ઉજવણી જે તે જિલ્લાના વડામથક ખાતે થતી હતી. પરંતુ નરેન્દ્ર મોદી જયારે રાજયના મુખ્યમંત્રી બન્યા ત્યારબાદ તેઓ આ ઉજવણીમાં ફેરફાર કર્યો હતો. જેમાં રાજયના વીવીધ જિલ્લાઓમાં ક્રમશઃ રાજયકક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણી અને દરેક જિલ્લાના તાલુકા મથકે ક્રમશઃ જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ છે. જેમાં આ વર્ષે નવા બનેલા વાવ-થરાદ જિલ્લામાં રાજયકક્ષાનું પ્રજાસત્તાક પર્વ ઉજવવામાં આવનાર છે. જયારે સુરેન્દ્રનગર જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુરેન્દ્રનગર શહેરમાં થનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022માં 26મી જાન્યુઆરીના દિવસે જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયા બાદ ફરી 4 વર્ષે આજે સોમવારે ઉજવાશે. જેમાં રાજયના શહેરી વિકાસ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા તિરંગો લહેરાવી સલામી આપશે. ત્યારે જિલ્લાકક્ષાની ઉજવણી શહેરમાં થતી હોઈ શહેરીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના શાળાના બાળકો આજે સાંસ્કૃતીક કાર્યક્રમો રજુ કરશે. જેને નિહાળવા મોટી સંખ્યામાં બાળકો પોતાના વાલીઓ સાથે આવશે. બીજી તરફ ગ્રાઉન્ડમાં તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. અને પોલીસ કર્મીઓ પરેડની પ્રેકટીસ કરતા જોવા મળ્યા હતો. જિલ્લા વહીવટી તંત્રે પણ લોકોએ આ ગરીમામય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરીકોને હાજર રહેવા અપીલ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: