વઢવાણ તાલુકાના ચાલીસ ગામડાના લોકોની આંખની ઘેર બેઠા તપાસ થઇ જાય અને જરૂરી ચશ્મા,દવા અને ઓપરેશન પણ થઇ જાય એ માટે શ્રી રાજચંદ્ર મશીન ધરમપુર દ્વારા કેમ્પ શરૂ કરતા મોટી સંખ્યામાં લોકો લાભ લઇ રહયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગ્રામ્ય વિસ્તારના વધારે લોકો ખેતી અને મજુરી સાથે જોડાયેલા હોવાથી સમયસર આરોગ્ય કે આંખની સંભાળ રાખી શકતા નથી.ત્યારે રાજચંદ્ર મીશનની સુરેન્દ્રનગર સ્થિત શ્રીરાજચંદ્ર સર્વમંગલ હોસ્પીટલની ટીમ વઢવાણ તાલુકાના 40 ગામડાઓમાં વારાફરતી આરોગ્ય કેમ્પ યોજી આંખની ચકાસણી કરી જરૂરી લોકોને વિનામુલ્યે ચશ્મા આપી રહયા છે કેલ્શીયમની ઉણપ દેખાતી હોય એવા લોકોને દવા આપી રહયા છે અને મોતીયાના ઓપરેશનની જરૂર જણાતા લોકોને વિનામુલ્યે ઓપરેશનની પણ વ્યવસ્થા કરી રહયા છે.ગામડામાં વ્યવસ્થામાં મદદરૂપ થવા માટે રોટરીકલબ,મોહનભાઇ પટેલ સહિતનાની સામાજીક સંસ્થાઓ અને ધાર્મીક સંસ્થાઓ પણ સેવા આપી રહી છે.










