પાટડીના માલવણ પાસે ડી.આઇ.એફ.ડી.પવનચકી સાથે સંકળાયેલી કંપનીમાં ટુંકાગાળામાં બે શ્રામીકોના સલામતીના અભાવે મોત થવા છતાય ફેકટરી ઇન્સપેકટર દ્વારા કંપની સામે કોઇ પગલા નથી લેવાયા શ્રામીકનો મૃતદેહ પણ ચોથા દિવસે પરીવારે સ્વીકારતા કંપનીએ મામલો રફેદફે કર્યાનું દેખાઇ રહયુ છે.
પાટડીના માલવણ પાસેની ડી.આઇ.એફ.ડી.કંપનીમાં દેખાઇ રહયુ છે.થોડા સમય અગાઉ પણ એક શ્રામીકનું સલામતીના અભાવે મોત થયુ હતુ ત્યારે પાચ દિવસ પહેલા પણ ઓરીસ્સાનો મનોજકુમાર શાહુ કંપનીમાં કામ કરતા કરતા સલામતીના સાધનો અને કંપનીની બેદરકારીના કારણે ગંભીર ઇજા બાદ વિરમગામ હોસ્પીટલમાં મોત થયાનું જણાતુ હતુ.જેથી કંપનીની ઘોર બેદરકારીના કારણે પરીવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો પણ ઇન્કાર કર્યો હતો.ત્યાર બાદ વિરમગામના મોટાનેતાની મધ્યસ્થી બાદ કંપનીએ પરીવારને મોટી લાલચ, નોકરી સહિતનું ગોઠવી આપ્યા બાદ પરીવારે ચોથા દિવસે મૃતદેહ સ્વીકાર્યાનો કંપનીમાં અને માલવણમાં ગણગણાટ ચાલી રહયો છે. આમ શ્રામીકનુ કંપનીની બેદરકારી અને કામદારોની સલામાતીના અભાવે મોત થયા બાદ પણ ફેકટરી ઇન્સપેકટર દ્વારા કંપની સામે હજી સુધી કોઇ કાર્યવાહી નહી થતા કંપનીએ પોતાની વગનો ઉપયોગ કરી શ્રામીકના મોતનો મામલો રફેદફે કર્યાનું દેખાઇ રહયુ છે. હવે માલવણ પોલીસ દ્વારા કંપની સામે શું કાર્યવાહી કરાય છે. એની સામે સૌની નજર મંડાયેલી છે.










