વઢવાણ તાલુકાની અધેલી પ્રાથમીક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા કાંતીભાઈ પોપટભાઈ પટેલ વય મર્યાદાને લીધે નીવૃત થતા વિદાય સમારંભનું આયોજન કરાયુ હતુ. જેમાં ગામના સરપંચ અજીતભાઈ ગઢવી, ઉપસરપંચ મહેન્દ્રભાઈ ગઢવી, કેળવણી નીરીક્ષક જયદેવસિંહ ઝાલા, વેળાવદર શાળાના આચાર્ય દીલીપભાઈ પંડયા, નગરા કન્યા શાળાના આચાર્ય પ્રવીણભાઈ રેથળીયા, શાળાના આચાર્ય ઈશ્વરભાઈ અંબારીયા, જીતેન્દ્ર વાઘ સહિતનાઓ ઉપસ્થીત રહ્યા હતા. આ તકે ઉપસ્થીત મહાનુભવોએ કાંતીભાઈને શાલ, શ્રીફળ, પડો અને મોમેન્ટો આપી વિદાય આપી હતી. જયારે નીવૃત થતા કાંતીભાઈએ શાળાના તમામ બાળકોને લંચબોકસ અને શાળાને 8 હજારની કિંમતના સ્પીકરની ભેટ આપી હતી.
