ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામે રહેતા ભરતભાઈ બાજુભાઈ સોનેચા ખેતી કરે છે. તા. 8ના રોજ બપોરે તેઓ ખેતરે જતા હતા. ત્યારે ડેમના નાળા પાસે ધ્રાંગધ્રાના ઈમરાન ગુલામભાઈ, રફીક ગુલામભાઈ અને ગુલાભાઈનો ભાણો તેમનું બાઈક લઈને ઉભા હતા. જેમાં ત્રણેય ભરતભાઈ સાથે બોલાચાલી કરી, અપશબ્દો કહી કાલે અમારો ભાણો કાર લઈને મચ્છ પકડવા ડેમે આવ્યો ત્યારે કાતરીયુ કેમ ખાતો હતો તેમ કહી લાકડાના ધોકા વડે ભરતભાઈને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેમાં તેઓને સારવાર માટે સંસ્કારધામ હોસ્પીટલ લઈ જવાયા હતા. આ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ત્રણેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી બી.બી.સીતાપરા ચલાવી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો