સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામની સીમમાંથી પાવરગ્રીડ કંપનીની ખેડૂતોના ખેતરોમાંથી વીજ લાઇન પસાર થઇ રહી છે. પરંતુ ખેડૂતો પુરતુ વળતર ચૂકવવાની માંગ કરી રહયા છે. અને વીજ કંપંનીએ કામ ચાલુ કર્યુ ત્યારથી ખેડૂતો વિરોધ પ્રર્દશન પણ કરી રહયા છે. પરંતુ કંપની દ્વારા પોલીસ બંદોબસ્તની હાજરીમાં વીજ લાઇન નાખવાનું કામ જારી રખાયુ છે. ત્યારે ખેડૂતોની વિશાળ હાજરીમાં વિરોધ કાર્યક્રમ થઇ રહયા છે. એવામાં બે દિવસ પહેલા કોંગ્રેસના આગેવાનો પણ આ કાર્યક્રમમાં જોડાયા અને ખેડૂતોના સમર્થનમાં સભા પણ યોજાઇ હતી.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: