લખતરના ઢાંકી ગામે મૈત્રી કરાર મુદ્દે બે પરિવારો વચ્ચે સામ-સામે મારામારીનો બનાવ બન્યો છે. જેમાં 3 આરોપીઓ વિરૂધ્ધ સામ-સામે ફરિયાદ લખતર પોલીસ મથકે નોંધાઈ છે. લખતર તાલુકાના ઢાંકી ગામે રહેતા 48 વર્ષીય ધનજીભાઈ ભીખાભાઈ જમોડ ખેતી કરે છે. તેમના પુત્ર ચીરાગે ગામના ભરત ભયલાલભાઈ કમેજળીયાની સાળી સાથે મૈત્રી કરાર કરેલ છે. ગત તા. 4-11ના રોજ આ વાતનું મનદુઃખ રાખી ભરત કમેજળીયા અને તેની પત્ની જાગૃતીબેન ભરતભાઈ કમેજળીયાએ લાકડી અને લોખંડની કોશ વડે ધનજીભાઈ અને તેમના પત્ની ગીતાબેનને અપશબ્દો કહી માર મારી ઈજા પહોંચાડી હતી. જેમાં ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે પ્રથમ લખતર સરકારી દવાખાને અને બાદમાં સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પીટલ લઈ જવાયા છે. જયારે સામાપક્ષે જાગૃતીબેન ભરતભાઈ કમેજળીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયા મુજબ તેમની બહેન સાથે ચીરાગ ધનજીભાઈ જમોડે મૈત્રી કરાર કરેલ છે. આ બાબતનું મનદુઃખ રાખી ગત તા. 4-11ના રોજ ભરતભાઈએ લાકડી વડે જાગૃતીબેનને માર મારી ઈજા પહોંચાડી હતી. જેમાં જાગૃતીબેનને સારવાર માટે પ્રથમ લખતર સરકારી દવાખાને અને બાદમાં સુરેન્દ્રનગરની સી.જે.હોસ્પીટલ લઈ જવાયા છે. બનાવની સામ-સામે લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી જે.બી.વાળા ચલાવી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો