કેન્દ્ર સરકાર દ્વારા યુવાઓને વ્યસનથી દુર કરવા 2 માસના ટોબેકો ફરિ યુથ કેમ્પેઈનનું આયોજન કરાયુ હતુ. ત્યારે આ 2 માસ દરમીયાન ઝાલાવાડમાં જિલ્લા ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા કાયદાનું પાલન ન કરનાર 101 ઈસમો પાસેથી 10,100નો દંડ વસુાયો છે.


કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તા. 9 ઓકટોબરના રોજ 2 માસ માટે ટોબેકો ફરિ યુથ કેમ્પેઈન 3.0 લોન્ચ કરાયુ હતુ. આ કેમ્પેઈન અંતર્ગત વ્યસનમુકિતના કાર્યક્રમો યોજાયા હતા. જયારે શાળાના બાળકોને વ્યસનથી થતા રોગો વિશે માહીતી અપાઈ હતી. ત્યારે જિલ્લા વિકાસ અધીકારી કે.એસ.યાજ્ઞીક , જિલ્લા મુખ્ય આરોગ્ય અધીકારી ડો. બી.જી.ગોહીલ, એપેડેમીક ઓફીસર ડો. જયેશ રાઠોડના માર્ગદર્શનથી સુરેન્દ્રનગર જિલ્લા તમાકુ નીષેધ સેલના દક્ષાબેન પુનાણી સહિતની ટીમ દ્વારા આ 2 માસ દરમીયાન કોપ્ટા (સીગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડકટસ એકટ) મુજબ કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં જાહેરમાં ધુમ્રપાન અને તમાકુનું સેવન કરતા 61, 18 વર્ષથી નીચેની વયના બાળકોને તમાકુયુકત પદાર્થોનું વેચાણ કરતા 30 દુકાનદારો અને શાળાના 100 મીટર એરીયામાં તમાકુનું વેચાણ કરતા 10 દુકાનદારો પાસેથી 10,100 રૂપીયાની વસુલાત દંડ તરીકે કરાઈ છે.

https://sandesh.com/maru-saher-maru-gaam

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: