સુરેન્દ્રનગર જિલ્લાની ભૌગોલીક સ્થીતી મુજબ ચોટીલા, મુળી, વઢવાણ, સાયલા, ચુડા, લીંબડી પંથકમાં વરસાદના પાણી વહીને નળકાંઠામાં ફરી વળે છે. જિલ્લાના નાયકા, ધોળીધજા ડેમ ઓવરફલો થતા ભોગાવા નદીના નીર નળકાંઠામાં ફરી વળ્યા છે. ત્યારે ઓગસ્ટ માસના પ્રારંભે પડેલા ભારે વરસાદને 4 દિવસ થવા છતાં હજુ પણ નળકાંઠાના પ ગામો પાણીના ઘેરામાં છે. નળકાંઠાના ગડથલ, નાની કઠેચી, મોટી કઠેચી, મુળ બાવળા, રાણાગઢ સહિતના ગામોના રસ્તાઓ પર વરસાદી પાણી ઓસરવાનું નામ લેતા નથી. આ રસ્તા પરથી ટ્રેકટર સહિતના મોટા વાહનો પરથી પસાર થવુ પડી રહ્યુ છે. જેને લઈને સ્થાનીકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. હોસ્પીટલ, દવા, રોજગાર સહિતના જરૂરી કામો માટે લોકોને ભારે હેરાનગતી ભોગવવી પડી રહી છે.
