સુરેન્દ્રનગર LCB PI બી.એચ.શીંગરખીયાની સુચનાથી પેટ્રોલીંગ કરી રહેલા સ્ટાફને દસાડાના આદરીયાણા ગામની પ્રાથમીક શાળા પાછળ જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં પોલીસને જોઈ જુગારીયાઓમાં નાસભાગ મચી હતી. પોલીસે ગંજીપાનાનો જુગાર રમતા કાંતી ગણેશભાઈ ડાભી, ગણપત ત્રીભુવનભાઈ વાઘેલા, અશ્વીન પ્રભુભાઈ લોલાડીયા, મહેશ બાબુભાઈ થરેસા, જસા લખુભાઈ રાવળ, રાજેશ હરજીભાઈ સુરેલા, દિનેશ ગણેશભાઈ સુરેલા, દીલા વીરાભાઈ ફતેપરા અને કરશન મોબતાભાઈ ઠાકોરને ઝડપી લીધા હતા. આ શખ્સો પાસેથી રોકડા રૂપીયા 44,500, રૂપીયા 35,500ના 8 મોબાઈલ ફોન, રૂપીયા 1.40 લાખના 7 બાઈક મળી કુલ રૂપીયા 2.20 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ દરોડામાં દિવ્યરાજસિંહ ભાવુભા ઝાલા અને 5 શખ્સો પોતાના વાહન મુકી ફરાર થઈ ગયા હતા. આ અંગે ઝીંઝુવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ફરાર આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ પીઆઈ આઈ.એમ.હુદડ ચલાવી રહ્યા છે. જયારે સાયલાના સુદામડા ગામના બસ સ્ટેશન પાછળ જુગાર રમાતો હોવાની બાતમી મળતા સાયલા પોલીસે રેડ કરી હતી. જેમાં અરવિંદ માલાભાઈ મકવાણા, જયેશ ધુડાભાઈ પરમાર ગંજીપાનાનો જુગાર રમતા રોકડા રૂપીયા 1410 સાથે પકડાયા હતા. આ દરોડામાં સંજય નાનજીભાઈ સોલંકી ફરાર થઈ ગયો હતો. દરોડાની સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધી ફરાર જુગારીને ઝડપી લેવા વધુ તપાસ એએસઆઈ વી. જી. પરમાર ચલાવી રહ્યા છે.
