દસાડા તાલુકાના સેડલા અને મુળીના વેલાળા ગામે પોલીસે જુગારની બાતમીને આધારે રેડ કરી હતી. જેમાં 10 જુગારીયાઓ રોકડ, મોબાઈલ સહીત રૂપીયા 36,190ની મત્તા સાથે પકડાયા છે. વેલાળામાં થયેલ દરોડામાં 2 જુગારીયાઓ ફરાર થઈ ગયા છે.
બજાણા ઈન્ચાર્જ પીઆઈ એ.કે.વાઘેલા, જયેશભાઈ, વલ્લભભાઈ સહિતનાઓને સેડલા ગામે લીંબડાના ઝાડ નીચે જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં નસીબ હુસેનખાન મલેક, નવાઝ ડાડખાન મલેક, બાબીલ કરીમખાન મલેક, અમીજદ કેસરખાન મલેક અને મહેન્દ્ર ગણેશભાઈ ચૌહાણ રોકડા રૂપીયા 21,800, રૂપીયા 4 હજારના 3 મોબાઈલ ફોન સહિત રૂપીયા 25,800ની મત્તા સાથે પકડાયા છે. જયારે મુળી પીએસઆઈ યુ.એન.જાડેજા સહિતનાઓને વેલાળા ગામની સીમમાં જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં પોલીસને જોઈ જુગારીયાઓમાં નાસભાગ મચી હતી. પોલીસે ગંજીપાનાનો જુગાર રમતા સગરામ રૂપાભાઈ સાપરા, સુનીલ સગરામભાઈ સાપરા, હીતેશ પ્રેમજીભાઈ રાઠોડ, નાગર વાલાભાઈ રાઠોડ અને મગન વાલાભાઈ રાઠોડને ઝડપી લીધા હતા. આ શખ્સો પાસેથી રોકડા રૂપીયા 10,390 કબજે કરાયા હતા. આ દરોડામાં કરમશી મધુભાઈ મકવાણા અને ચમન વીરાભાઈ રાઠોડ ફરાર થઈ ગયા હતા. આ અંગે ફરિયાદ નોંધી ફરાર આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ એચસી જે.એસ.ગાબુ ચલાવી રહ્યા છે.
