અમદાવાદના વૃધ્ધ દીલીપભાઈ પ્રાગજીભાઈ રાઠોડ ગત તા. 2-4-26ના રોજ ચૈત્રી પુનમ હોઈ તા. 1-4ના રોજ રાત્રે તેઓ અમદાવાદથી પરીવાર સાથે ચોટીલા માં ચામુંડાના દર્શન કરવા આવ્યા હતા. જેમાં દર્શનમાં ભારે ભીડનો લાભ લઈ કોઈએ નજર ચુકવી દીલીપભાઈના ગળામાંથી 15 ગ્રામ સોનાનો ચેન કિંમત રૂપીયા 1,26,696ની ચીલઝડપ કરી લીધી હતી. આ અંગેની ફરિયાદ ચોટીલા પોલીસ મથકે નોંધાઈ હતી. જેમાં એલસીબી ટીમના વજાભાઈ, દેવરાજભાઈ સહિતનાઓએ બાતમીને આધારે ચાણપા ગામના પુલ પાસેથી અમદાવાદના સાહીલ દિનેશભાઈ દંતાણી અને રાહુલ પુનમભાઈ વાઘેલાને રૂપીયા 2,04,300ની કિંમતના સોનાના ચેન સાથે ઝડપી લઈ ચોટીલા પોલીસના હવાલે કર્યા હતા. આ કેસના તપાસ અધીકારી આર.ડી.રાજૈયાએ ચોટીલા ડુંગર પર અગાઉ આવી મોડેસ ઓપરેન્ડીથી થયેલ ચોરીની તપાસ કરતા ગત તા. 12-4-25ના રોજ આણંદના દર્શનાર્થી વિપુલ ભાનુપ્રસાદ મકવાણાનો પણ ચેન ચોરાયો હતો. આથી તપાસ કરતા આ ચેન સાહીલે ચોર્યો હોવાનું ખુલ્યુ હતુ. આથી સાહીલ સામે રૂપીયા 80 હજારના સોનાના ચેનની ચોરીની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસની તપાસમાં ઝડપાયેલ રાહુલ વાઘેલા સામે અગાઉ સુરત રેલવે પોલીસ મથકે ચોરીના બે ગુના નોંધાયા હોવાનું પણ ખુલ્યુ છે.

Tapi News: ગ્રામસેવક જીવણ ગામીત સહાય યોજના હેઠળ લાંચ લેતા ઝડપાયો









