શ્રી મ્યુનિસિપલ હાઇસ્કૂલ થાનગઢ ખાતે સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર અને તેના મહત્વ વિશે જાગૃતિ લાવવાના ઉમદા હેતુથી સંસ્કૃત સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઉજવણીના પ્રથમ દિવસે જ સમગ્ર થાનગઢ શહેરમાં સંસ્કૃત ગૌરવયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં થાનગઢ નગરપાલિકાના પ્રમુખ પ્રદ્યુમનસિંહ રાણા તેમજ મામલતદાર દ્વારા લીલી ઝંડી આપીને યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ગૌરવયાત્રામાં શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ તેમજ રોયલ કે.કે. સ્કૂલના વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રેલી દરમિયાન ખાસ તૈયાર કરવામાં આવેલો પ્રદર્શન રથ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો, જેમાં વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત સાહિત્યને અનુરૂપ પ્રસંગોચિત સુંદર વેશભૂષા ધારણ કરી હતી. શિસ્તબદ્ધ રીતે નીકળેલી આ રેલીમાં વિદ્યાર્થીઓએ ગુંજતા અવાજે સંસ્કૃત ભાષાના સૂત્રોચ્ચાર કરીને સમગ્ર નગરજનોમાં સંસ્કૃત ભાષા પ્રત્યે ગૌરવ અને જાગૃતિનો સંદેશ ફેલાવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો