સુરેન્દ્રનગર જિલ્લામાં બુધવારે દિવસભર ભારે ઉકળાટ બાદ સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં ઝાલાવાડના માલવણ હાઈવે પર સાંજે ભારે પવન સાથે વરસાદી કરા પડયા હતા. ભારે પવનના લીધે હાઈવે પર આવેલ દુકાનોની ખુરશીઓ ઉડવા લાગી હતી. જયારે અમદાવાદ-કચ્છ હાઈવે પર દોડતા વાહનોની રફતાર પણ ધીમી પડી હતી. તેમજ સાયલા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોડી સાંજે પવન સાથે વરસાદ શરુ થયો હતો. સુરેન્દ્રનગર શહેરમાં પણ પવન અને કાળા ડીબાંગ વાદળો સાથે મેઘગર્જના આ લખાય છે ત્યારે થઈ રહી છે. ત્યારે રાતના સમયે ફરી વરસાદ વરસે તેમ લાગી રહ્યુ છે.

Banaskantha: પાંથાવાડા પોલીસે રેતીની હેરાફેરી કરતા 10 ડમ્પરને ઝડપી લીધા









