ધ્રાંગધ્રા કુડા રોડ નર્મદા કેનાલ ઉપરનો જર્જરીત પુલ બનાવવાની કામગીરી છેલ્લા દોઢેક વર્ષથી શરૂ થઇ નહોતી. હાલ ચોમાસુ શરૂ થયુ એવા સમયે જ પુલ અવરજવર માટે બંધ કરી પાકુ ડાયવર્ઝન પણ બનાવી દેવાયુ હતુ. પરંતુ ડાયવર્ઝન બનાવાયુ ત્યારે જ દેખાતુ હતુ કે કોઇ લેવલ જોયા વગર અને ગુણવતા વગરનું કામ લાગતા વધારે ટકે એવુ લાગતુ જ નહોતુ. એવામાં ચોમાસામાં પ્રથમ અને માત્ર સામાન્ય વરસાદ થતાની સાથે જ આખુ ડાયવર્ઝન ધોવાઇ ગયુ છે અને પાણી પણ ભરાયા છે જેના કારણે લોકોને આ વરસાદી વાતાવરણમાં ભારે મુશ્કેલીનો સામાનો કરવો પડી રહયો છે.જિલ્લા પંચાયત સદસ્ય પપ્પુભાઇ ઠાકોરે જણાવેલકે 34 લાખ રૂપીયાના ખર્ચે બનાવેલુ ડાયવર્ઝન એક જ વરસાદમાં ધોવાઇ ગયુ હોવાથી ઉચ્ચસ્તરીય તપાસ કરી કોન્ટ્રાકર્ટરે સાવ ગુણવત્તા વગરના થયેલા કામનું બીલ અટકાવી દઇ ફરીથી ગુણવતા વાળુ કામ કરવાની રજૂઆત કરી છે. હવે તંત્ર આ કોન્ટ્રાકટર અને અધિકારીઓ સામે કેવા પગલાં લે છે ? એની સામે સૌને નજર મંડાયેલી છે.
