સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા તાલુકાના અંતરિયાળ મદારગઢ ગામે ચાલી રહેલા બેફામ અને ગેરકાયદે ખનનની પૂર્વ બાતમીના આધારે મામલતદારની ટીમ દ્વારા તાજેતરમાં કરાયેલ દરોડામાં કાળા પથ્થરના ખોદકામનો પર્દાફાશ થયો હતો. તંત્ર દ્વારા સ્થળ પરથી બે હીટાચી મશીન સહિત સવા કરોડ નો મુદ્દામાલ મળી આવતા સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ઈનચાર્જ મામલતદાર વીરલ શુક્લા તથા ટીમ દ્વારા કરેલ કાર્યવાહી બાદ થયેલ ખોદકામની માપણી માટે ખનીજ વિભાગને જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે દસ દિવસ પહેલા જ મદારગઢ ગામે સાયલા પોલીસના દરોડામાં કરોડોનો મુદ્દામાલ જપ્ત કરાયા બાદ પણ ભૂમાફ્યિાઓ દ્વારા અન્ય સ્થાને કરાઇ રહેલુ ગેરકાયદે ખનનનું કારસ્તાન ઝડપાયું છે. ત્યારે ખનીજચોરી કરતા તત્વો ભૂગર્ભમાં ઉતરી જવા પામ્યા હતા. તંત્ર દ્વારા સ્થળ પરથી બે હીટાચી મશીન સાથે એક વીજ ટ્રાન્સફોર્મર પણ જપ્ત કરાયું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે ત્યારે આગામી સમયમાં આ દરોડામાં કેટલાની ખનીજચોરી બહાર આવે છે તે માપણી બાદ બહાર આવશે, હાલ તો ખનીજ ચોરી પર તંત્રની કાર્યવાહીથી ભૂમાફ્યિા આલમમાં ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: