સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા નાયબ કલેકટર એચ. ટી. મકવાણાની સુચનાથી મુળી મામલતદાર સંદીપસિંહ ઝાલા સહિતનાઓએ સરા-આંબરડી રોડ પર સરકારી જમીનમાં રેતીના ગેરકાયદેસર ખનન પર રેડ કરી હતી. જેમાં રેતીનુ ખનન કરતા ટ્રેકટર-જેસીબી મશીન સહિત રૂપીયા 30 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ બંને વાહનોના માલીક મૂળીના સરાના પ્રકાશ નટવરભાઈ પટેલ અને હળવદ તાલુકાના સરાંભડાના અશ્વીન લખમણભાઈ રબારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
