ધ્રાંગધ્રાના વાવડીની સીમમાં રાજકોટ રેન્જ આઇ.જી.ની ટીમે મોટાપાયે ચાલતા ગેરકાયદે પથ્થરની ખનીજચોરી ઝડપી ચાર શખ્સોના નામ ખોલી ક્રેન,ટ્રકો અને પથ્થર સહિત 32 લાખનો મુદમાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા તાલુકામાં નીકળતો પથ્થર સોનાના ભાવે વેચાય છે ત્યારે ખનીજમાફીયાઓ રાજકીય ઓથ હેઠળ વાવડી,ઇસદ્રા, હરીપર, વસાડવા અને રાજપર સહિતના વિસ્તારમાંથી મોટાપાયે ગેરકાયદેસર પથ્થરની ખનીજચોરી કરી મોટા પથ્થર કુડા ચોકડી અને સાદા પથ્થર અમદાવાદ મહેસાણા સુધી પહોચાડે છે.

અગાઉ ધ્રાંગધ્રા તાલુકા પોલીસે અને સુરેન્દ્રનગર એલ.સી.બી.પોલીસે રેડ કરી આ વિસ્તારમાંથી મુદામાલ જપ્ત કરી લાખો રૂપીયાની ખનીજચોરી ઝડપી લીધી હોવા છતાય ખનીજચોરી અટકવાનું બંધ થતુ નથી.ત્યારે રેન્જ આઇ.જી.નિર્લીપ્ત રાયે ખનીજચોરી અટકાવવા કડક આદેશ આપ્યા છે ત્યારે વાવડીની સીમમાં મોટાપાયે ખનીજચોરીની બાતમી યોગેન્દ્રસિંહ ચુડાસમાની ટીમને મળતા રેન્જ પી.આઇ.અપુર્વ પટેલના માર્ગદર્શન હેઠળ રેડ કરી હતી.રેડ દરમ્યાન વાવડીના મનુભાઇ અમરશીભાઇ વાણંદ વાળાની ખાનગી જમીનમાં મોટાપાયે પથ્થરનું ગેરકાયદે ખનન થતુ હોવાનું જોતા ભુસ્તરશાસ્ત્રી જીગ્નેશ વાઢેરને જાણ કરતા જિલ્લા ખાણખનીજની ટીમ પહોચી એક ક્રેન,બે ટ્રકો અને પથ્થર સહિત 32 લાખ રૂપીયાની કિમતનો મુદામાલ સીઝ કરી સ્ટોનપાર્ક જપ્તકરી રાખી દેવાયો છે.પુછપરછ દરમ્યાન ખનીજચોરી મનુભાઇની જમીનમાં હાર્દિક ગોપાલભાઇ ગમારા,યોગેશ રમેશભાઇ રહે.સતાપર અને ગોપાલભાઇ અરજણભાઇ કરતા હોવાનું ખુલ્યુ હતુ.બીજી તરફ મનુભાઇની ખાનગી માલીકીની જમીનમાં ખનીજચોરી ઝડપાતા જમીનમાં શરતભંગની કાર્યવાહી થઇ શકે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો