સુરેન્દ્રનગર જિલ્લામાં છાશવારે ગમખ્વાર અકસ્માતોના બનાવો બને છે. જેમાં માનવ જિંદગીઓ હોમાય છે. તેમ છતાં જિલ્લામાંથી પસાર થતા વાહનો જાણે મોતની મુસાફરી કરતા હોય તેમ રસ્તાઓ પર દોડી રહ્યા છે. પ્રસ્તુત તસવીર સુરેન્દ્રનગરના દુધરેજ 3 રસ્તા પાસેની અને સાયલા-ચોટીલા હાઈવે પરની છે. જેમાં દુધરેજ 3 રસ્તા પાસે ઈકો કારની ઉપર ર બાઈક સાથે મુસાફર મોતની મુસાફરી કરી રહ્યો છે. જયારે સાયલા-ચોટીલા નેશનલ હાઈવે પર તો તુફાન કારની ઉપર 1 કે 2 નહી પણ 5 બાઈક અને સામાન લદાયો છે. યમદુત સમાન દોડતા આ વાહનોના ચાલકો પોતાનો અને પોતાના વાહનમાં બેસેલ મુસાફરોનો જીવ તો જોખમમાં મુકે છે સાથે સાથે રસ્તા પર પસાર થતા અન્ય વાહનચાલકો માટે પણ સ્વર્ગની સીડી સમાન બને છે. હાઈવે પેટ્રોલીંગ કરી રહેલી પોલીસ આવા મોતની મુસાફરી કરાવતા વાહન ચાલકોને પણ કાયદાનો પાઠ ભણાવે તેવી લોકમાંગ ઉઠી છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: