સુરેન્દ્રનગર શહેરમાં માનવ મંદિર પાસે કડવા પાટીદાર સમાજ દ્વારા સામાજિક પ્રસંગો માટે ભૂમિદાતાએ આપેલી રૂ. 9 કરોડની કિંમતની જમીન ઉપર બનેલ વિશાળ સમાજ ભવનનું સંતો, આગેવાનોની હાજરીમાં લોકાર્પણ કરાયુ હતું.
વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર હાલ જમીનના ટુકડા માટે કે 5-10 ફૂટ જમીનની વધઘટ થઇ હોય તો સગાભાઇ કોર્ટના દ્વારા ખખડાવતા હોય છે.ત્યારે હાલની વધતી જતી જમીનની કિમતોના કારણે સૌથી મોટુ અને મોંઘુ ભૂમીદાન ગણાય છે.ત્યારે સુરેન્દ્રનગરમાં 2500 જેટલા પાટીદાર સમાજના પરીવારજનો વસવાટ કરે છે જે સમાજના સામાજીક પ્રસંગો,ધાર્મીક પ્રસંગો અને પરીવારમાં આવતા પ્રસંગો માટે મોંઘાદાટ પાર્ટીપ્લોટના ખર્ચ ન કરવા પડે એ માટે સમાજ ભવન બનાવવા માટે વિચારણા કરાઇ હતી.જેમાં સૌથી પહેલા કમલેશભાઇ ઉર્ફે છોટુભાઇ પટેલે હાલ 9 કરોડ રૂપીયા જેટલી કિમતની માનવમંદિર પાસેની મોકાની જગ્યા સમાજ માટે દાનમાં આપી સૌથી પહેલા ભૂમીદાનની શરૂઆત કર્યા બાદ વિવિધ દાતાઓએ બાંધકામ માટે દાન કર્યુ હતુ. આમ કડવા પાટીદાર સમાજનું સમાજ ભવન તૈયાર થતા સંતો, ભૂમીદાતા કમલેશભાઇ ઉર્ફે છોટુભાઇ પટેલ, પ્રમુખ હિતેશભાઇ બજરંગ, પરસોતમભાઇ પટેલ, શંકરભાઇ પટેલ, આર.ડી.પટેલ, આર.જી.પટેલ, સુનીલભાઇ મોટકા સહિતના આગેવાનોની હાજરીમાં લોકાર્પણ કરાયુ હતુ. આમ હાલના સમય પ્રમાણે ઘર, પરીવાર અને સમાજની એકતા જાળવવી ખુબ જરૂરી દેખાઇ રહી છે ત્યારે સુરેન્દ્રનગરનો પાટીદાર સમાજ છોટુભાઇ જેવા ભૂમીદાતાની મદદથી શિક્ષણ અને ધર્મની સાથે સાથે સામાજીક સંગઠન અને એકતા જાળવવાનું કામ કરી રહયો છે. શહેરમાં ત્રીજા સમાજ ભવનનું લોકાર્પણ કરાયુ હતું. જ્યારે આવતા વર્ષે મેમકા રોડ ઉપર તૈયાર થઇ રહેલા ચોથા સમાજનું લોકાર્પણ કરવાની જાહેરાત થતા ચાર ચાર સમાજ ભવનનો સુરેન્દ્રનગર શહેરમાં વસતા પાટીદાર સમાજને લાભ મળશે.










