સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાના મુળચંદ ગામ નજીકની રેલવે ફાટક પાસે તા. 19-7ના રોજ સાંજે ટ્રેન અડફેટે એક અજાણ્યા 40થી 45 વર્ષના યુવાનનું મોત થયુ છે. આ અંગે મુળચંદના રામજી મંદિર પાસે રહેતા નરોત્તમભાઈ બાવળીયાએ પોલીસને જાણ કરતા બી ડીવીઝન પોલીસ મથકના બીટ જમાદાર દિનેશભાઈ પરાલીયા સહિતનાઓએ દોડી જઈ લાશને પીએમ માટે મોકલી હતી. જયારે મૃતકની તપાસ કરતા તેની પાસેથી કોઈ ઓળખ થાય તેવો દસ્તાવેજ મળી આવ્યો ન હતો. જયારે તેના જમણા હાથના પોંચા પર ધનુષ્ય ત્રોફાવેલ છે. હાલ પોલીસ મૃતકના વાલી વારસની શોધખોળ કરી રહી છે.
