સુરેન્દ્રનગર ઝાલાવાડ લેઉઆ પાટીદાર સમાજનાં 37માં સમુહલગ્નમાં 43 નવદપંતિ જોડાયા હતા બ્લડ કેમ્પ પણ યોજાયો હતો. આ પ્રસંગે હવે અન્ય સમાજની દીકરી સાથે સમાજનો દીકરો લગ્ન કરશે તો પણ સમુહલગ્નમાં જોડાઇ શકશે એવો સામુહીક નિર્ણય લેવાતા સામાન્ય વર્ગના પરિવારે આનંદ વ્યકત કર્યો હતો.
પાટીદાર સમાજના પરિવારજનોને આર્થીક્ ફાયદો થાય,ભાઇચારો જળવાઇ રહે એવા ઉમદા હેતુથી ઝાલાવાડ લેઉઆ પાટીદાર સમાજના પ્રમુખ મોહનભાઇ પટેલે સમુહ લગ્નોત્સવની શરૂઆત કરી હતી. હાલ 37મો સમુહલગ્ન યોજાયો જેમાં 43 નવદંપતિ જોડાયા હતા. આ સમુહલગ્નમાં જોડાનાર દીકરીઓને જરૂરી તમામ કરીયાવર દાતાઓ દ્વારા અપાયો હતો. જેમાં વસ્તુ નાની પણ ઉપયોગ મોટો સીલાઇ મશીન પણ દરેક દીકરીને અપાયુ હતુ. જેથી પોતાનુ કામ ઘેર જ કરી શકે અને નાનુ મોટુ કામ કરી કમાણી પણ કરી શકે.બીજી તરફ પાટીદાર સમાજમાં દીકરીઓની અછત છે અને દીકરી ગામડામાં રહેવાનું પસંદનથી કરતી જેના કારણે સમાજના અનેક યુવાનોને લગ્ન માટે અન્ય સમાજની યુવતીઓને લાવવાની ફરજ પડી રહી છે. ત્યારે સમુહલગ્ન કમીટીએ એક ખુબ ઐતિહાસીક નિર્ણય લીધો કે પાટીદાર સમાજનો દીકરો હોય પરંતુ સામે દીકરી અન્ય સમાજની પણ હશે તો સમુહલગ્નમાં લગ્ન કરવાની મંજૂરી મળશે.કારણ જમીન ઓછી હોય ગામડામાં રહેતા હોય એવા પરીવારને જ અન્ય સમાજની દીકરી લાવવાની ફરજ પડે છે અને એમની આર્થીક સ્થિતી પણ નબળી હોવાથી સમુહલગ્નમાં લગ્નમાં મંજૂરી મળવાથી પરીવાર ઉપર બોજ ઘટી જાય છે.આમ આવા આર્થીક નબળા અને અન્ય સમાજની યુવતીઓ લાવવા મજબૂર પરીવારે સમાજના આ નિર્ણયથી ભારે આનંદ વ્યકત કર્યો હતો. લેઉઆ-કડવાનો ભેદભાવ દૂર કરવા માટે કડવા પાટીદાર સમાજના ઉધ્યોગપતિ જયેશભાઇ પટેલે પણ રૂ. 1.11 લાખનો ફાળો આપ્યો હતો. આ પ્રસંગે સમુહલગ્ન સમીતી પ્રમુખ કમલેશભાઇ ગોલાણી, સમાજ પ્રમુખ મોહનભાઇ પટેલ, જયેશભાઇ પટેલ ઓમેક્ષ, સલાહકાર મનુભાઇ પટેલ, દિપકભાઇ ભાયાણી, મનહરભાઇ પટેલ, નાયબ દંડક જગદીશભાઇ મકવાણા, ધારાસભ્ય ગોપાલભાઇ ઇટાલીયા સહિત સમાજના પરીવારજનો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.










