સુરેન્દ્રનગર જિલ્લામાં ગત દેવઉઠી અગીયારસ બાદ શરૂ થયેલી લગ્નની સીઝનમાં લગ્નોની ભરમાર જોવા મળી હતી. ત્યારે આજે તા. 15 ડીસેમ્બરથી કમુરતા શરૂ થવાની સાથે જ લગ્નસરાને એક માસનો વીરામ આવી જશે. સુર્યદેવના રાશી પરીવર્તનની સાથે જ ધનારક એટલે કમુરતાનો આરંભ થશે. જેમાં તા. 15 ડીસેમ્બરના રોજ વહેલી સવારે 4-19 કલાકથી તા. 14 જાન્યુઆરીએ બપોરે 3-05 કલાક સુધી લગ્ન સહીતના શુભકાર્યો કરવા વર્જીત માનવામાં આવે છે. હિન્દુ સનાતન ધર્મમાં દરેક કાર્ય માટે યોગ્ય મુર્હુત નિશ્ચિત કરાયા છે. અમુક શુભ કાર્યો અમુક સમયમાં નીષેધ માનવામાં આવે છે. ત્યારે આવા જ શુભકાર્યો ન કરી શકાય તેવા કમુરતાનો આજથી આરંભ થઈ રહ્યો છે. સુર્ય નારાયણના ધન રાશીમાં પ્રવેશ સાથે જ કમુરતા શરૂ થઈ જશે. આ સમય લગભગ એક માસનો હોય છે. જેમાં લગ્ન, સગાઈ, મુંડન, પ્રાણ પ્રતીષ્ઠા, ગૃહ પ્રવેશ, વ્રત, પારણા સહીતના કાર્યો કરવામાં આવતા નથી. આ અંગે પુરાણી મહેન્દ્ર મહારાજે જણાવ્યુ કે, તા. 15 ડીસેમ્બરને સોમવારે વહેલી સવારે 4-19 કલાકે સુર્ય ધન રાશીમાં પ્રવેશ કરે છે. ધનરાશીમાં સુર્યના પ્રવેશ સાથે જ ધનારક એટલે કે કમુરતા શરૂ થશે. અને તા. 14 જાન્યુઆરીના રોજ બપોરે 3-05 કલાકે સુર્યના મકર રાશીમાં પ્રવેશ સાથે જ મકરસંક્રાતીની ઉજવણી અને કમુરતાનો અંત આવશે. આથી જ મકરસંક્રાતીએ દાન પુણ્ય, ત્રીવેણી સ્નાન, સુર્ય પુજા કરવાનું મહત્વ રહેલુ છે. આ દિવસે ગૌશાળામાં અબોલ પશુઓને દાન ઉત્તમ માનવામાં આવે છે. અને તા. 14 જાન્યુઆરીએ કમુરતા પુરા થતાની સાથે જ ફરીવાર લગ્નસરાની મૌસમ ખીલી ઉઠશે.

Ahmedabad News: ખાખીને શર્મસાર કરનારી PSI સોનલ રાઠોડ સસ્પેન્ડ, પ્રજ્ઞાચક્ષુ આધેડને માર્યો હતો માર









