ધ્રાંગધ્રા સંસ્કારધામ ગુરૂકુલમાં જનમંગલ મહોત્સવની ઉજવણી થઇ રહી છે ત્યારે સંસ્થાપક દ્વારા કથાની સરવાણી ચાલુ હોવાથી ભકતો મોટી સંખ્યામાં કથાનો લાભ લઇ રહયા છે. હળવદ રોડ સ્થિત સંસ્કારધામ ગુરૂકુળમાં આઠ જાન્યુઆરી સુધી જનમંગલ મહોત્સવની ઉજવણી થઇ રહી છે.સાથે પ્રદર્શન ચાલી રહયુ છે. જેનો હજારો ભકતો લાભ લઇ રહયા છે. એવામાં સંસ્થાના સંસ્થાપક રામસ્વામીજી દ્વારા કથાનું રસપાન પણ કરાવાઇ રહયુ છે. આ પ્રસંગે પુર્વ મંત્રી આઇ. કે. જાડેજા, પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, સરદાર ગ્રુપના પ્રમુખ એપીએમસીના પુર્વ ચેરમેન મહેશભાઇ પટેલ, કિશાન મોરચા પ્રમુખ નંદલાલ પટેલ સહિતના આગેવાનો હાજર રહયા હતા. આ પ્રસંગે પુર્વ મંત્રી આઇ. કે. જાડેજાએ સંતોની શિક્ષણ અને આરોગ્યની સેવાને બિરદાવી હતી. જ્યારે પુર્વ ચેરમેન મહેશભાઇ પટેલે ગુરૂ હોય તો ગોવિંદ મળે એટલે સંતોનો સમાગમ કરવો જરૂરી હોવાનું જણાવ્યુ હતુ. આમ આ ઉત્સવમાં મોટી સંખ્યામાં ભકતો કથા શ્રાવણનો લાભ લઇ રહયા છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: