સુરેન્દ્રનગર : થાન તાલુકાના તરણેતર ગામે નરેન્દ્રગીરી હેમંતગીરી ગોસ્વામી, હસમુખગીરી ઈશ્વરગીરી ગોસ્વામી અને રવીગીરી વિઠ્ઠલગીરી ગોસ્વામીની માલીકીની 21 વીઘા જમીન આવેલી છે. આ જમીન પર છેલ્લા 15 વર્ષથી અસામાજીક તત્વોએ કબજો જમાવેલ હતો. ત્યારે આ અંગે ચોટીલા નાયબ કલેકટર એચ.ટી.મકવાણાને રજુઆત કરવામા આવતા તેઓએ અરજદારને જમીન ખાલી કરાવી પરત અપાવી છે. ચોટીલા નાયબ કલેકટરની કામગીરીથી સામાન્ય નાગરીકોમાં કાયદાના શાસન અન ન્યાય પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબુત બન્યો છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: